• દત્તાશ્રય ચેરીબલ ટ્રસ્ટ માં આપનું સ્વાગત છે

અમારું ધ્યેય રખડતા, ત્યજી ગાયો, બળદો, નિવૃત્ત બળદ અને અનાથ વાછરડાની સંભાળ રાખવાનું છે. અમે તેમને પરાગરજ, લોટ, તાજા ઘાસ, શુધ્ધ પાણી, તબીબી સહાય અને એક એવી જગ્યા પ્રદાન કરીએ છીએ જ્યાં તેઓ ઈજાઓથી સાજા થઈ શકે અને શાંતિથી રહી શકે.
કોસંબા પાસે ખરચ સ્થિત નૈસર્ગિક વાતાવરણ માં સ્થપાયેલા દત્તાશ્રય ચેરીબલ ટ્રસ્ટમાં દત્તાત્રય ભગવાનના સાનિધ્ય માં મંદિર નિર્માણ, યજ્ઞશાળા,તેમજ ગાયોના રક્ષણ અર્થે ગૌશાળા નું નિર્માણ કરવામાં આવેલ છે.દત્તાશ્રય ચેરીબલ ટ્રસ્ટ ના સ્થાપક બંધુ બેલડી આચાર્ય ભાવિનભાઇ પંડ્યા અને મનનભાઈ પંડ્યા ની એક અલગ વિચારશક્તિ,પવિત્ર સંસ્કાર અને ગુરુકૃપાના આધારે ૭મી મે ૨૦૧૮ ના રોજ આશ્રમ નું નિર્માણ લોકોના જીવનમાં હકારાત્મક ઉર્જાના સંચય અને જ્ઞાનની વ્યાપકતા વધે તેવા અનોખા આશયથી કરવામાં આવેલ છે.આશ્રમમાં વિવિધ ધાર્મિક પ્રસંગો,તેહવારો કે મહત્વના દિવસો જેવાકે મહાશિવરાત્રીપૂજા,શ્રાદ્ધપૂજા,પાદુકાપૂજન(ગુરુપૂર્ણિમા),સતપૂજન,ગુરુદત્તજયંતિ,ગૌપૂજા,ગૌયજ્ઞ,ચૈત્ર નવરાત્રિ મહાગૌરીપૂજા, લક્ષ્મીપૂજા, કમળા-પ્રયાગપૂજા વગેરેની ઉજવણી સેવાભાવી અને દત્તભકતોની ધર્મનિષ્ઠા અને સહભાગીદારી ના આધારે કરવાંમાં આવે છે.